Sunday, February 23, 2025
HomeGujaratવાંકાનેર:સોમાણી સેનેટરીના લેબર ક્વાર્ટર બહાર પાર્ક કરેલ બાઇકની ચોરી થયા અંગે ફરિયાદ...

વાંકાનેર:સોમાણી સેનેટરીના લેબર ક્વાર્ટર બહાર પાર્ક કરેલ બાઇકની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાઈ.

વાંકાનેર પંથકના વઘાસીયા ટોલનાકા સામે આવેલ સોમાણી સેનેટરીના લેબર ક્વાર્ટર બહાર પાર્ક કરેલ બાઇકની કોઈ અજાણ્યા વાહન ચોર દ્વારા ચોરી કરી લઈ ગયા અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા સીટી પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ ગારીયાધાર તાલુકાના સોમલ ગામના વતની હાલ વાંકાનેર વઘાસીયા ટોલનાકા સામે આવેલ સોમાણી સેનેટરીના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા નાજાભાઈ મીઠાભાઈ પરમાર ઉવ.૫૮ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૪/૦૨ ના રોજ રાત્રીના નાજાભાઈએ પોતાનું હીરો સ્પ્લેન્ડર રજી.નં.જીજે-૦૪-ઈએફ-૯૭૯૦ વાળું બાઇક સોમાણી સેનેટરીના લેબર ક્વાર્ટર બહાર પાર્ક કર્યું હોય ત્યારે તે સ્થળેથી કોઈ અજાણ્યા વાહન ચોર ઈસમ દ્વારા ઉપરોક્ત બાઇક ચોરી કરી લઈ ગયો હોય જેથી નાજાભાઈએ પ્રથમ ઇએફઆઇઆર નોંધાવ્યા બાદ રૂબરૂ વાંકાનેર સીટી પોલીસ મથકે બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ હથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!