વાંકાનેર સીટી પોલીસ મથકમાં એક અપમૃત્યુના બનાવની નોંધ કરવામાં આવી છે, જેમાં વાંકાનેર ટાઉન વિસ્તારમાં આવેલ સીટી સ્ટેશન રોડ પુજા જવેલર્સથી મચ્છુ નદીના કાંઠેથી ચંદુભાઇ વાલજીભાઇ ભલસોડ રહે.વાંકાનેરવાળાનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે વાંકાનેર સીટી પોલીસે સ્થાનિક જાકીરહુશેન મહમદભાઇ રાઠોડ વાંકાનેરવાળા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ. મોતની નોંધ દાખલ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.