મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારી ઓરીએન્ટલ બેંક વાળી શેરીમાંથી સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તિનો જુગાર રમી રહેલ સુનિલભાઈ ગોરધનભાઇ સુરેલા ઉવ.૨૨, પીન્ટુ નારાયણભાઈ સુનેરા ઉવ.૨૨ તથા મહેશભાઈ વિરજીભાઈ પીપળીયા ઉવ.૫૦ ત્રણેય રહે. મોરબી-૨ ત્રાજપર ખારી વિસ્તારવાળાને રંગેહાથ ઝડપી લીધા હતા, આ સાથે પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૬,૩૦૦/-કબ્જે લઈ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.