મોરબીમાં ત્રાજપર ગામે અવાળા પાસે ખુલ્લા પટ્ટમાં જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ ટીમે રેઇડ કરતા ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગારની મજા માણતા આરોપી કિશનભાઈ સાવજી કુંવરીયા ઉવ.૨૨, રામજીભાઈ સંજયભાઈ સનુરા ઉવ.૨૪ બંને રહે.ત્રાજપર ગામ તથા કિશોરભાઈ લાભુભાઈ પાટડીયા ઉવ.૨૬ રહે. ત્રાજપર ખારી ચોરાવાળી શેરીવાળાને રોકડા રૂ.૪,૨૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.