Sunday, February 23, 2025
HomeGujaratવાંકાનેરમાં વર્લીફિચર્સના આંકડાઓ વોટ્સએપમાં લખી જુગાર રમતા એક પકડાયો,કપાત કરનારનું નામ ખુલ્યું

વાંકાનેરમાં વર્લીફિચર્સના આંકડાઓ વોટ્સએપમાં લખી જુગાર રમતા એક પકડાયો,કપાત કરનારનું નામ ખુલ્યું

વાંકાનેર:મોરબી એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વાંકાનેર વાણંદ સમાજની વાડી નજીક રેઇડ કરી વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા એક ઈસમને ઝડપી લેવામાં આવ્યો હતો, જેમાં આરોપી મુકેશભાઈ જગજીવનભાઈ ભલગામડીયા ઉવ.૫૨ રહે. વાંકાનેર નાગરિક બેંક સામે માર્કેટ શેરીવાળો ઉપરોક્ત સ્થળે લાઈટના અજવાળે મોબાઈલમાં વોટ્સએપ એપ્લિકેશનમાં વરલીફીચર્સના અલગ અલગ આંકડાઓ લખી પૈસાની હારજીતનો જુગાર રમતા રંગેહાથ પકડાઈ ગયો હતો, આથી મોરબી એલસીબી પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન તથા રોકડા રૂ.૫,૬૦૦/- સહિત કુલ રૂ.૧૦,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જ્યારે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં વર્લી ફિચર્સના આકડાઓનું કપાત રાજકોટ તાલુકાના ઉપલેટાવાળા હાર્દિકભાઈ પટેલ પાસે કરાવતો હોવાની કબુલાત આપી હતી, આથી તે આરોપીને ફરાર દર્શાવી મોરબી એલસીબી પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!