દેશભરમાં ગૌ માતા પર થતા અત્યાચારને લઈ ગૌ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે વચ્ચે ગઈકાલે કચ્છથી મોરબી પાસે આવેલ કલાખાને 10 પાડાને ભરી લઈ જતા બોલેરો પીકપ વાહનને રોકી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા તમામ પાડાને બચાવી લેવાયા હતા અને બોલેરો પીકપ વાહનનાં ચાલકને પોલીસ હવાલે કરાયો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગની ટીમને બાતમી મળેલ કે, કચ્છથી મોરબી બાજુ મોટા પ્રમાણમાં GJ-12-AY-2901 નંબરની બોલેરો પીકપ વાહનમાં જીવ ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જે બાતમી મુજબ ગાડી આવતા તે ગાડીને મોરબી તાલુકાના ગાળા ગામ પાસે રોકીને તેમાં ચેક કરતા વાહનમાં 10 પાડાને ક્રૂરતા પૂર્વક ટૂંકા દોરડાથી હલી ચલી લી ના શકે એવી રીતે બાંધી કતલખાને લઇ જવામાં આવી રહ્યા હતા. તેથી મોરબી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવેલ કે આ જીવ શિકારપુરથી ભરેલા છે એને મોરબી ખાટકી વાસમાં કતલ કરવાના ઇરાદે કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જેથી આ 10 જીવોને મોરબી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનાં સહયોગથી બચાવી લેવામાં આવ્યા હતા. અને આ જીવોને પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.