મોરબી ગ્રામ્ય પંથકમાં સગીરાને લગ્નની લાલચે અપહરણ કરી ભગાડી જનાર વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, ત્યારે પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગ્રામ્યમાં ખેત-શ્રમિક પરિવારની સગીર વયની દીકરીનું લગ્નની લાલચે અપહરણ કરી બદકામ કરવાની મેલી મુરાદે એક શખ્સ ભગાડી ગયો હોય ત્યારે પીડિતાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી સીરધાર બોહધરભાઈ બધેલ રહે.નીચી માંડલ વાડી-વિસ્તારવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે બીએનએસ ની કલમ ૧૩૭(૨), ૮૭ મુજબ ગુનો નોંધી આરોપીને પકડી લેવા અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.