બેફામ બનેલા વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોના પરિવારનો માળો પિંખાઇ ગયો છે. પઠાણી ઉઘરાણી સાથે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અનેક લોકોએ આપઘાત કરવા મજબુર થવું પડ્યું છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસે વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે અને મોરબીમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હામા પકડાયેલ ઈસમની પાસા હેઠળ અટકાયત કરી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસે ઈસમને ભાવનગર જીલ્લા જેલ હવાલે કર્યો છે.
મોરબી જીલ્લા એસપી રાહુલ ત્રિપાઠી તથા ડી.વાય.એસ.પી. એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં ગેરકાયદેસર વ્યાજ વટાવના ધંધા કરી ગુન્હા આચરી અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના આપવામાં આવતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલએ પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ વિશાલભાઇ બચુભાઇ ગોગરા વિરુધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્વારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટરએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને ભાવનગર જીલ્લા જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવ્યો છે.