ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજૂઆતોને સફળતા.
પડધરી તાલુકાના ઉદ્યોગકારો અને પાર્ટીના સંગઠન તથા કાર્યકર્તાઓની રજૂઆતને ધ્યાનમાં લઇ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ગુજરાતના મુખ્યમંત્રી અને ઉર્જામંત્રી સમક્ષ રજૂઆત કરી હતી, જે પરિણામે સ્વારૂપે ઉર્જા વિભાગ દ્વારા પડધરીમાં બીજા સબ ડિવિઝનને મંજુરી મળી છે, જે માટે ધારાસભ્ય એ મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
પડધરી વિસ્તારમાં ઉદ્યોગકારો, પાર્ટીના સંગઠન તથા કાર્યકર્તાઓ દ્વારા ઉર્જા વિભાગની સુવિધાઓમાં વધારો કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. જેને લઈને ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સમક્ષ રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે ઉર્જા વિભાગે પડધરી તાલુકામાં એક નવા પી.જી.વી.સી.એલ. સબ ડિવિઝનને મંજુરી આપી છે. અગાઉ પડધરીમાં માત્ર એક જ સબ ડિવિઝન હતું, જેના કારણે ઉદ્યોગકારો અને સામાન્ય નાગરિકોને વીજળી સંબંધિત કામકાજમાં મુશ્કેલીઓ થતી હતી. ત્યારે નવા સબ ડિવિઝનથી વિજ પુરવઠાની સમસ્યા હળવી થશે અને સ્થાનિક ઉદ્યોગોને પણ લાભ મળશે. આ બદલ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.