મોરબીના લીલાપર રોડ ખાતે ત્રિદેવનગરમાં આવેલ રાજેશભાઇ સીતાપરા પોતાના રહેણાંક મકાન પાછળ વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોય ત્યારે તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઉપરોક્ત ઈસમ પોતાના રહેણાંક પાછળ શંકાસ્પદ હિલચાલ કરતો હોય જેથી તાલુકા પોલીસે તલાસી લેતા વિદેશી દારૂની ૪ નંગ બોટલ કિ.રૂ.૨,૧૮૮/- મળી આવી હતી, જેથી આરોપી રાજેશભાઇ દેવજીભાઈ સીતાપરા ઉવ.૩૫ રહે.મોરબી લીલાપર રોડ ત્રિદેવનગર વાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.