મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તાલુજના ધરમપુર ગામે શંકાસ્પદ હાલતમાં બાઇક ઉપર પ્લાસ્ટિકના બાચકા સાથે એક શખ્સ ઉભો હોય જેથી પોલીસે પોતાનું વાહન ઉભું રાખી ઉપરોક્ત શખ્સ પાસે જતા હોય ત્યારે બાવળની ઝાડીઓમાં નાસી ગયો હતો, જેથી ક્રાઇમ બ્રાંચ પોલીસે બાઇક રજી.નં. જીજે-૧૨-ઇએલ-૭૩૭૪ ઉપર રાખેલ પ્લાસ્ટિકના બાચકાની તલાસી લેતા તેમાંથી ૨૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હોય ત્યારે પોલીસે બાઇક તથા દેશી દારૂ કિ.રૂ.૩૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બાઇકને રજી.નંબર આધારે આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.