વાંકાનેરમાં સિવિલ હોસ્પિટલના ક્વાર્ટરમાં રહેતા અંકિતાબેન ધીરુભાઈ સરવૈયા ઉવ.૨૪ નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે વાંકાનેર સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ટેલિફોનિક જાણ કરતા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી, ત્યારે પોલીસે મૃત્યુના બનાવ મામલે અ. મોતની નોંધ કરી, આપઘાત કરવા પાછળના જવાબદાર કારણો સહિતની તપાસની તજવીજ શરૂ કરી છે.