મોરબી-૨ ત્રાજપર ગામે રહેતા નારણભાઇ લાભુભાઇ વરાણીયા ઉવ.૩૨ એ કોઈ કારણોસર પોતાના રહેણાંક મકાને પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની ડેડબોડી અત્રે આ સરકારી હોસ્પિટલ ખાતે આવતા સીટી બી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે પ્રાથમિક વિગતો મેળવી અ.મૃત્યુની નોંધ દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.