ટંકારામાં લતીપર ચોકડી ખાતે ભરાતી શનીવારી બજારમાંથી ખેડૂત-યુવકના મોબાઇલ ફોન ચોરી કરનાર રીઢા ચોરને નંબર પ્લેટ વિનાના એકટીવા મોપેડ સાથે ગણતરીની કલાકોમાં પકડી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલ મોબાઇલ પરત લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસ મથકની સર્વેલન્સ ટીમ પોલીસ મથક સામે વાહન ચેકીંગમાં હતા. જે દરમિયાન ખાનગીરાહે હકિકત મળેલ કે, ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં મોબાઇલ ફોન ચોરી કરનાર ઇસમ નંબર પ્લેટ વગરનુ એકટીવા મોપેડ ચલાવી રાજકોટ થી મોરબી તરફ જતો હોવાની હકિકત આધારે વોચમાં હોય તે દરમ્યાન એક ઇસમ નંબર પ્લેટ વગરના એકટીવા સાથે મળી આવતા જે એકટીવાની ડેકીમાં તપાસ કરતા ગ્રીન કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવતા જે ફોનના બીલ આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવ્યું હતું, જેથી પોકેટકોપ એપ્લીકેશનમાં મોબાઇલ ફોનના આઇ.એમ.ઇ.આઇ. નંબર સર્ચ કરી જોતા મોબાઇલ ફોન ચોરીમાં ગયેલ તે હોવાનુ સામે આવતા તુરંત આરોપી અશ્વિનભાઇ મગનભાઇ મકવાણા ઉવ.૩૬ રહે.હાલ રાજકોટ ભુતખાના ચોક વિજય પ્લોટ-૨૫ (અલ્પેશભાઇ જે.હાંડાના મકાનમાં) મુળગામ બાબરા મફતીયાપરા વાળાની અટકાયત કરવામાં આવી હતી, ત્યારે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં ગઈ તા.૨૨/૦૨ ના રોજ બપોરના સમયે ટંકારા લતીપર ચોકડીએ શનીવારી બજારમાં માણસોની ગીરદીનો લાભ લઇ મજુર વ્યકિતના ખીસ્સામાંથી મોબાઇલ ફોન ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.
વધુમાં પકડાયેલ આરોપી અશ્વિનભાઇ મગનભાઇ મકવાણા દિવસ દરમ્યાન રાજકોટ, ટંકારા, ખાતે ભરાતી બજારોમાં આટા ફેરા કરી ગીરદીનો લાભ લઇ મજુર વ્યકિતના ખીસ્સામાંથી મોબાઇલ ફોન ચોરી કરવાની ટેવ વાળો છે. હાલ પોલીસે આરોપી પાસેથી રિયલમી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કી.રૂ. ૮,૫૦૦/-, નંબર પ્લેટ વગરનુ એકટીવા મોપેડ કિ.રૂ. ૨૫,૦૦૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.