ટંકારાના ગજડી ગામના રહેવાસી જયેશભાઈ રાયધનભાઈ જારિયાએ સબંધના નાતે લજાઇ ગામના ગૌતમભાઈ ધનજીભાઈ મકવાણાને રૂપિયા એક લાખ ઉછીના આપ્યા હતા. જે રકમનો ચેક પરત ફરતા ફરિયાદીએ ફરિયાદ દાખલ કરતાં ટંકારાના જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ફ. ક. એસ.જી.શેખ સાહેબે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને રૂ.1,00,000/- (અંકે રૂપિયા એક લાખ પુરા ) ફરિયાદીને વળતર પેટે 60 દિવસમાં ચુકવી આપવા હુકમ કર્યો છે. આરોપી વળતરની રકમ ચુકવવામાં કસુરવાન ઠરે તો આરોપીને વધુ 3(ત્રણ) માસની સાદી કેદની સજા નો હુકમ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ટંકારાના લજાઈ ગામના રહેવાસી ગૌતમભાઈ ધનજીભાઈ મકવાણાએ વર્ષ 2023માં ટંકારાના ગજડી ગામના રહેવાસી જયેશભાઈ રાયધનભાઈ જારીયા પાસેથી અંગત ઉપયોગ માટે રૂ.1,00,000/- સંબંધના દાવે લીધા હતા. જે રકમ પરત આપવા માટે ગૌતમભાઈ ધનજીભાઈ મકવાણાએ રૂ. 1,00,000/- નો ચેક આપ્યો હતો. જે વણ ચૂકવ્યે પરત થતાં જયેશભાઈએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 અંતર્ગત ટંકારના જ્યુડિ મેજિસ્ટ્રેટ ફ.ક.ની કોર્ટમાં વકીલ રાહુલ ડી ડાંગર મારફતે તા. 15/01/2024 એ ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલી જતાં ટંકારાના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ફ.ક એસ.જી.શેખ સાહેબ દ્વારા આરોપીને 1 વર્ષનીની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂ.1,00,000/- નું 60 દિવસમાં ફરિયાદીને વળતર ચુકવી દેવા હુકમ કર્યો છે. તેમજ જો રકમ ચૂકવવામાં કસુર કરે તો વધુ 3 (ત્રણ) માસની સાદી કેદ ની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસમાં ફરિયાદી તરફે મોરબી/ટંકારા ના જાણીતા એડવોકેટે તથા ટંકારા બાર એસોસિએશન ના ઉપ પ્રમુખ રાહુલભાઈ ડી ડાંગર તથા ટંકારા ના સિનિયર એડવોકેટ અમિતભાઈ પી જાની તથા કેતનભાઈ બી ચૌહાણ તથા દેવજીભાઈ આર ચૌહાણ રોકાયેલ હતા.