Wednesday, February 26, 2025
HomeGujaratટંકારા ખાતે ઋષિ બોધોત્સવ અનુસંધાને ઓપન મેરેથોન દોડમાં 75 દોડવીર જોડાયા

ટંકારા ખાતે ઋષિ બોધોત્સવ અનુસંધાને ઓપન મેરેથોન દોડમાં 75 દોડવીર જોડાયા

7 કિમી દોડમાં મોરબી જિલ્લા પોલીસના બે જવાનો અવ્વલ નંબરે રહા

- Advertisement -
- Advertisement -

ટંકારા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ અને આર્ય સમાજ માનવ સેવાના 150 સ્વર્ણિમ વર્ષ અંતર્ગત તા. 25 ફેબ્રુઆરીના રોજ ઋષિ બોધોત્સવ ટાકણે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં સાત કિલોમીટર રન કરવાનું હોય 75 દોડવીર જોડાયા હતા.

આ મેરેથોન દોડ ચાર વિભાગોમાં યોજાઈ હતી જેમાં પ્રથમ વિભાગમાં 15 થી 40 વર્ષના ભાઈઓ અને બહેનો બીજા વિભાગમાં 41 થી વધુની ઉંમરના ભાઈઓ તથા બહેનો જોડાયા હતા આ મેરેથોન માટે દોડ સવારે 6:30 કલાકે રાજકોટ મોરબી હાઇવે આર્ય વિદ્યાલયમ્ની સામે જબલપુરના પાર્ટયાથી શરૂ થઈ ત્યાંથી જબલપુર ગામ માંથી પસાર થઈ જામનગર હાઇવેના ઈન્દ્રપ્રસ્થથી તાલુકા પંચાયત ચોકડીના દયાનંદ બ્રિજ અને મહાલય ગુરૂકુલ પહોચી હતી.

આ મેરેથોનમાં ગુજરાત ભરમાંથી ઘણા દોડવીર ભાઈઓ બહેનોમાં ખૂબ ઉત્સાહથી ભાગ લેવા માટે પધાર્યા હતા 15 વર્ષથી 40 વર્ષ સુધીના ભાઈઓ માં પ્રથમ નંબર – જગોદરા ઉદયભાઇ મોટા ખીજડીયા દ્વિતીય નંબર – મેવાડા ધ્યેય ગીર સોમનાથ તૃતીય નંબર – ભુતીયા વિજયભાઈ હરબટીયાળી રહા હતા. 15 વર્ષથી 40 વર્ષ સુધીના બહેનોમાં પ્રથમ નંબર – ભૂત ભૂમિકા દુર્લભજીભાઈ મોરબી જિલ્લા પોલીસ દ્વિતીય નંબર – વંશ ઝરણા નાનજીભાઈ ગીર સોમનાથ વાજા ખુશી વેલજીભાઈ ગીર સોમનાથ તૃતીય નંબર ઝાપડા જલ્પા બટુકભાઈ ટંકારા રહા હતા. 40 વર્ષથી ઉપરના ભાઈઓ માં પ્રથમ નંબર: વિજયસિંહ ઝાલા ધ્રાંગધ્રા દ્વિતીય નંબર:- વિરમગામા અરવિંદભાઈ મોરબી જિલ્લા પોલીસ
તૃતીય નંબર :- ઝાલા સહદેવસિંહ પ્રતાપસિંહ રવાપર નદી રહા હતા 40 વર્ષ થી ઉપરના બહેનોમાં પ્રથમ નંબર – પાણ દક્ષાબેન ટંકારા દ્વિતીય નંબર – હેતલબેન આંખઝા મોરબી તૃતીય નંબર – ગોસ્વામી જિજ્ઞાસાબેન મોરબી રહા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!