કચ્છ અને રાજસ્થાન ની સંસ્કૃતિ – રીતરિવાજો માં ઘણી બધી સમાનતા છે. અને વ્યાવહારિક સબંધો એકમેક ને મળતા છે. પ્રસંગોપાત અને વેપાર વાણિજ્ય ને કારણે આવન જાવન રહે છે. સપ્તાહ માં ત્રણ વખત ચાલતી ગાંધીધામ – જોધપુર ટ્રેનને હવે દૈનિક ચાલુ કરવાની રેલ્વે મંત્રાલય ની પહેલને કચ્છની જનતા – સંસ્થાનો ચેમ્બર અને સાંસદ તથા જન પ્રતિનિધિઓ ની માંગણીઓ ને લક્ષમાં લઇ ગાંધીધામ – જોધપુર ટ્રેન દૈનિક કરવા માટે આનંદની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી છે.
સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે આ ટ્રેન શરૂ થતાં કચ્છ – ગુજરાત રાજસ્થાન ની જનતામાં આનંદની લાગણી થઇ છે. આ ટ્રેન ગાંધીધામ થી રાત્રે ૧૧:૫૫ વાગ્યે રવાના થઇ સવારે ૦૯:૩૦ વાગ્યે જોધપુર પહોંચશે અને જોધપુર થી રાત્રે ૦૮:૫૦ વાગ્યે રવાના થઇ સવારે ૦૬:૫૦ વાગ્યે ગાંધીધામ પહોંચશે. કચ્છ અને રાજસ્થાન જોધપુર ને જોડતી આ ટ્રેન માટે ખુબજ લાંબા સમયની માંગણી, મૌખીક અને લેખીત રેલ્વે મંત્રાલય માં રજુઆત ની ફલશ્રુતિ સ્વરૂપે દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવેલ છે. તેમ સાંસદએ જણાવ્યુ હતું