હળવદ પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૪ના વર્ષનો ઇંગ્લીશ દારુનો જથ્થો તેમજ દેશી દારૂ પકડી પાડવામાં આવ્યો હતો. જેમાં ઇગ્લિશ દારૂની ૪૭૮૫ નંગ દારૂની બોટલો તેમજ દેશી દારૂ ૭૪૭ લિટર મળી કુલ કિંમત રૂ.૧૦,૪૩,૮૩૧/- નો પ્રોહિબીશન મુદામાલ નાશ હળવદ પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર ડિવીઝન સમીર સારડાએ સમયાંતરે પ્રોહીબીશનનો જથ્થાનો નાશ કરવા સુચના આપી હતી. જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ દ્વારા જરૂરી મંજુરી મેળવી ઇંગ્લીશ તેમજ દેશી દારૂનો જથ્થો સુખપર ગામની સિમ ડેમ જવાના રસ્તે ખરાબા વાળી પડતર જગ્યાએ લઇ જઇને પોલીસ, રેવન્યુ તથા નશાબંધી વિભાગના અધિકારીઓને સાથે રાખી પંચોની હાજરીમાં હળવદ પોલીસ સ્ટેશનનો વર્ષ -૨૦૨૪ નો કુલ ૨૫ ગુનાનો પર-પ્રાંતનો ઇંગ્લીશ દારુનો જથ્થો કુલ બોટલો તથા બીયર સાથે નંગ-૪૭૮૫ કિંમત રૂા.૮,૯૪,૪૩૧/-નો તથા દેશી દારૂના કુલ-૮૦ ગુનાનો દેશી દારૂ ૭૪૭ લિટર જેની કિ.રૂ ૧,૪૯,૪૦૦/- એમ કુલ રૂ.૧૦,૪૩,૮૩૧ પ્રોહીબીશન મુદામાલ ઇંગ્લીશ દારુ તથા દેશી દારૂનો જથ્થો તોડીફોડી નાશ કરવામાં આવ્યો છે.