મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના જુના ધરમપુર ગામે રહેતા નાનજીભાઇ ખાનાભાઇ વાલેરા ઉવ-૬૪ ગઈ તા.૨૨/૦૨ના રોજ આરોપી જે.સી.બી નં- જીજે-૦૪-એપી-૦૧૦૫ ના ચાલકે પોતાનું જે.સી.બી વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે તેમજ રોડની બન્ને સાઇડ જોયા વગર એકદમ ખરાબામાથી રોડ ઉપર ચડાવતા ફરીયાદીની ક્રેટા કાર રજી નં- જીજે-૩૬-એફ-૯૩૧૩ વાળીને હડફેટે લઇ અકસ્માત કરતા, નાનજીભાઈને જમણા પગમા તથા પાસળીના ભાગે ફેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે તાલુકા પોલીસે આરોપી જે.સી.બી. ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.