Sunday, November 24, 2024
HomeGujaratટંકારા પોલીસ દ્વારા ચુંટણી અનુસંધાને શહેરમાં ફ્લેગ માર્ચ યોજાઈ

ટંકારા પોલીસ દ્વારા ચુંટણી અનુસંધાને શહેરમાં ફ્લેગ માર્ચ યોજાઈ

થાણા અધિકારી બી. ડી. પરમાર મહિલા પીએસઆઈ ગોડલિયા સહિત નો સ્ટાફ કાયદો વ્યવસ્થા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ફ્લેગ માર્ચ યોજી હતી જેમા ધુમ સ્ટાઈલ બાઈકચાલકો નંબર વગર ના વાહનો અને ટ્રાફિક નિયમન માટે કાર્યવાહી કરી હતી

- Advertisement -
- Advertisement -

ટંકારા : શહેર ના મુખ્ય પ્રવેશદ્વાર દેરીનાકા થી મેઈન બજાર દયાનંદ સરસ્વતી ચોક અને દવાખાના રોડ ઉપર ટંકારા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી બી. ડી. પરમાર મહિલા ફોજદાર ગોડલિયા અને સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ યોજી હતી. જેમા લુખ્ખા તત્વો અને ફટફટિયું લઈને સ્ટાઈલ મારતા લવરમૂછિયા ના વાહન ડિટેઈન કર્યા હતા અને બજારોમા આડેધડ પાર્ક થતાં વાહનોને કડક સૂચના આપી નડતર ન થાય એમ વાહનો રાખવા જણાવ્યું હતું

 

તદ્ઉપરાંત,નાઈટ પેટ્રોલીંગ અને નવા પોઇન્ટનો વધારો કર્યો છે. તેનાથી શહેરીજનો સંતોષ છે કે કેમ તે અંગે પણ ચર્ચા કરી હતી સાથે ટંકારામા શાંતિ અને સુરક્ષા માટે પોલીસ ખડેપગે છે નો અહેસાસ કરાવ્યો હતો

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!