મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ રામદેવ હોટલ પાછળથી એક શખ્સને વિદેશી દારૂની ૧૦ નંગ બોટલ સાથે તાલુકા પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે પીપળી ગામ નજીક આવેલ રામદેવ હોટલ ની પાછળથી મનોજભાઇ શામજીભાઇ ભોયા ઉવ.૩૦ રહે- કુંતાસી તા.માળીયા(મી)ને વિદેશી દારૂ ગ્રીન લેબલ એકપોર્ટ સ્પેશ્યલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કીની ૧૦ નંગ બોટલ સાથે પકડી લેવામાં આવ્યો હતો, આ સાથે તાલુકા પોલીસે વિદેશી દારૂ કિ.રૂ. ૬,૪૭૦/-નો મુદ્દામાલ કબ્જે લઈને પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.