ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર આવેલ કારખાનામાં ૫ વર્ષીય માસુમ બાળકનું પાણી ભરેલા ખાડામાં પડી જતા મૃત્યુ નિપજતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ ગયી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપર સિલ્પન બોર્ડ લેમ્પ પ્રા.લી.કારખાનાની લેબર કોલોનીની ઓરડીમા રહેતા શ્રમિમ પરિવારનો પુત્ર વિષ્ણુ પપ્પુભાઇ વાખલા ઉવ.૦૫ મુળરહે.મધ્યપ્રદેશના અલિરાજપુર જીલ્લાના મહેન્દ્ર ગામના વતની ગઈકાલ તા.૨૫/૦૨ના રોજ ઉપરોક્ત કારખાનાની લેબર કોલોની નજીક હોય ત્યારે રમતા રમતા લેબર કોલોની નજીક આવેલ પાણી ભરેલા ખાડામાં પડી જતા ૫ વર્ષીય બાળકનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતક બાળકનો મૃતદેહ ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.