મોરબીના ગાળા ગામના બોર્ડ પાસે લથડીયા ખાતા એક શખ્સની તાલુકા પોલીસ ટીમ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, ત્યારે આરોપી દિલીપભાઈ બચુજી સોલંકી ઉવ.૨૮ રહે.ભીમસર તા.માળીયા(મી) મૂળ ગામ લક્ષ્મીપુરા જી.બનાસકાંઠા વાળાની તલાસી લેતા આરોપીના પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ રોયલ સ્ટગ ની એક નંગ શીલપેક બોટલ મળી આવી હતી, જેથી પકડાયેલ આરોપી સામે તાલુકા પોલીસ મથક ખાતે પ્રોહી.એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.