વાંકાનેરમાં સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં રહેલ ૫૧ વર્ષીય મહિલાનું મૃત્યુ નિપજ્યા અંગેના બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના વૃદ્ધાશ્રમ નજીક ગાયત્રી મંદિર રોડ ઉપર રહેતા મૂળ વડોદરાના વતની કેશુબેન પ્રવીણકુમાર નકુમ ઉવ.૫૧ ને કેન્સરની બીમારી સબબ ગઈકાલ તા.૨૬/૦૨ના રોજ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હોય ત્યારે ચાલુ સારવાર દરમિયાન કેશુબેનનું મૃત્યુ નિપજતા ફરજ પાર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરી હતી, ત્યારે સીટી પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી મૃતક મહિલા વિશે પ્રાથમિક વિગતો મેળવી અ. મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી હતી.