સમગ્ર રાજ્યમા આજથી ધોરણ ૧૦ અને ૧૨ ના બન્ને પ્રવાહોની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે ત્યારે મોરબીમાં ૨૨૮૪૪ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે અને મોરબી જીલ્લા કલેક્ટર કે.બી.ઝવેરી દ્વારા ડીજેપી કન્યા છાત્રાલય ખાતે પરીક્ષાઓને કંકુ તિલક કરી મીઠા મોઢા કરી આવકારવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લામાં ધોરણ 10 અને 12 ના કુલ 22884 પરીક્ષાર્થીઓ છે જેમાં ધોરણ 10 માં 13829 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1779 અને સામાન્ય પ્રવાહમાં 7238 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે ત્યારે પરીક્ષાર્થીઓ સારી રીતે પરીક્ષા આપે તે માટે કલેક્ટર કે. બી .ઝવેરી દ્વારા શુભકામના આપવામાં આવી હતી અને મોરબીની ડીજેપી કન્યા છાત્રાલય ખાતે કંકુ તિલક કરી મોઢા મીઠા કરાવી પરીક્ષાર્થીને આવકારવામાં આવ્યા હતા.તેમજ તેમાં વિધાર્થીઓ સારી રીતે અને તનાવમુક્ત થઈને પરીક્ષા આપે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ તકે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા એ જણાવ્યું હતું કે આ જીવનની છેલ્લી પરીક્ષા નથી માટે ચિંતા મુક્ત થઈને પરીક્ષા આપવી અનેક નામી વ્યક્તિઓના ઉદાહરણ આપતા તેઓએ જણાવ્યું હતું કે એ લોકો પણ પરીક્ષામાં નિષ્ફળ થયા છે છતાં પણ આજ પોતાના ક્ષેત્રમાં નામના મેળવી છે એટલે આ જીવનની છેલ્લી પરીક્ષા નથી શાંતિથી પરીક્ષા આપવી હવે પરીક્ષા દરમિયાન ઉજાગરા કરવા નહીં અને સાત્વિક ભોજન લેવું જેથી પરીક્ષા આપવામાં કોઈ તકલીફ ન પડે.