રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલને પત્ર લખી પીપળીયા ચાર રસ્તાથી નાનાભેલા સંપ નીચે આવતા ગામોમાં પાણી અપૂરતું તેમજ અનિયમિત અને અપૂરતા ફોર્સથી આવતું હોવાથી રજૂઆત કરી પૂરતું પાણી પૂરું પાડવા માટેની રજુઆત કરી છે.
રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરતા જણાવ્યું છે કે મોટા ભેલાના જાગૃત આગેવાન મુળુભાઈ ગોહેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે પીપળીયા ચાર રસ્તા સંપ હેઠળ આવતા નાના ભેલા સંપ ગ્રુપ ના ગામોમાં પીવાનું પાણી અનિયમિત અપૂરતું અને ફોર્સ વગર આવે છે. હજુ ઉનાળો નથી આવ્યો ત્યાજ આવી સ્થિતિ છે. તો ઉનાળા માં શું થશે ? તેવો પ્રશ્ન સતાવી રહ્યો છે. તેમજ સરકારી તંત્ર કે સરકારી કોન્ટ્રાકટર ક્યારેય આવતા નથી અને લોકોને ભગવાન ભરોસો મુકેલ છે. તેમજ બીજી બાજુ મચ્છુ – ૨ કેનાલનું પાણી મોટી માત્રામાં હોકળાઓમાં વહી રહ્યું છે. અને પાણીનો બગાડ થઇ રહ્યો છે. પરંતુ લોકોને પીવા માટે પાણી મળતું નથી તેવુ કામ સરકારી તંત્ર કરી રહ્યું છે. તેથી પાણીના પ્રશ્ને લગતા ડીપાર્ટમેન્ટને યોગ્ય આદેશો આપી વિસ્તારના લોકોને પીવાનું પાણી પુરતું અને નિયમિત પુરા ફોર્સથી મળે તેવું કરવા વિનંતી કરવામાં આવી છે. જો તેમ કરવામાં નહિ આવે તો ના છુટકે આ બધા જ ગામોના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલનાંત્મક કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.