ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. સવારે 9:15 વાગ્યાથી તમામ પરીક્ષા કેન્દ્રો પર બાળકોનું ચેકિંગ કરી, ફૂલ, ચોકલેટ, પેન અને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારે મોરબીમાં ધોરણ 10 ના 12902 તથા ધોરણ 12 ના 8,647 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. જેમાંથી ધોરણ 10ના 216 તથા ધોરણ 12નાં 32 વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના 76,312 વિદ્યાર્થીઓની આજથી પરીક્ષા શરૂ થઈ છે. જેમાં આજ રોજ મોરબીના કુલ 21,549 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. જેમાંથી ધોરણ 10 ની ગુજરાતીની 12,483 વદ્યાર્થીઓ પૈકી 12,268 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે 215 ગેર હાજર રહ્યા હતા. તેમજ અંગ્રેજીની 398 પૈકી 397 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જયારે 1 વિદ્યાર્થી ગેર હાજર રહ્યો હતો. તેમજ સાહિત્યની તમામ 21 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે બીજી બાજુ ધોરણ 12 ની ભૌતિક વિજ્ઞાનની ગુજરાતી માધ્યમના 1721 વિદ્યાર્થીઓ પૈકી 1714 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે 7 પરીક્ષાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. તેમજ અંગ્રેજી માધ્યમના તમામ 55 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમજ અર્થશાસ્ત્રની ગુજરાતી માધ્યમના 6695 વિદ્યાર્થીઓ પૈકી 6670 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે 25 ગેર હાજર રહ્યા હતા. અને અંગ્રેજી માધ્યમનાં તમામ 176 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.