Friday, February 28, 2025
HomeGujaratમોરબી આયુષ હોસ્પિટલ ખાતે પ્લાસ્ટીક સર્જરી હેઠળ ત્રાંસી ગરદનની ઓપરેશનથી શ્રેષ્ઠ સારવાર...

મોરબી આયુષ હોસ્પિટલ ખાતે પ્લાસ્ટીક સર્જરી હેઠળ ત્રાંસી ગરદનની ઓપરેશનથી શ્રેષ્ઠ સારવાર કરાઈ

15 વર્ષની ઉંમરના અંકિતાબેનને જન્મથી ગરદન ત્રાંસી હતી.ગરદનની હલન-ચલન થતી ન હતી.ગળાના ભાગે દુખાવો પણ થતો રહેતો હતો. દેખાવમાં પણ ખરાબ લાગતું હતું.

- Advertisement -
- Advertisement -

દર્દી મોરબી આયુષ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા અને પ્લાસ્ટિક સર્જન ડો. આશિષ હડીયલ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું.અત્યારે વ્યવસ્થિત રીતે ગરદન ની હલન-ચલન થઈ શકે છે અને દેખાવમાં પણ સીધી ગરદન લાગે છે.

ડો. આશિષ હડીયલના કહેવા પ્રમાણે દર્દીને “congenital torticollis” નામની તકલીફ હતી. torticollis એટલે કે “ત્રાંસી ગરદન” થવાના ઘણા બધા કારણ હોઈ શકે છે. મોટા ભાગના કેસમાં જન્મથી જોવા મળે છે. જ્યારે બાળક નાનું હોય ત્યારે વ્યવસ્થિત રીતે ફિઝીયોથેરાપી કરવામાં આવે તો ઘણા બધા કેસમાં સારું પરિણામ મળતું હોય છે. પરંતુ 1 વર્ષ કરતા વધારે ઉંમરના બાળકમાં અથવા 1 વર્ષ સુધી કસરત કરવા છતા પરિણામ ન મળે તો ઓપરેશન કરાવવાથી પરિણામ મળી શકે છે.

દર્દી અને તેના પિતાએ સર્જરી કરી શ્રેષ્ઠ પરિણામ આપવા બદલ ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફનો ખૂબ આભાર માન્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!