Saturday, March 1, 2025
HomeGujaratટંકારાના ધ્રુવનગર નજીક હિટ એન્ડ રનની ઘટનામાં અલ્ટો કારની ઠોકરે પદયાત્રી મહિલા...

ટંકારાના ધ્રુવનગર નજીક હિટ એન્ડ રનની ઘટનામાં અલ્ટો કારની ઠોકરે પદયાત્રી મહિલા ગંભીર ઘાયલ

ટંકારાના ધ્રુવનગર ગામ નજીક પદયાત્રી મહિલાને અકસ્માત નડ્યો હતો, જેમાં અલ્ટો કરના ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી પાછળથી પદયાત્રી મહિલાને ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો, હે અકસ્માતમાં મહિલાને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા ૧૦૮ માં બેભાન હાલતમાં પ્રથમ મોરબી બાદ રાજકોટ સરકારી હોસ્પિટલ જ્યાંથી ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે અકસ્માત સર્જી અલ્ટો કાર ચાલક પોતાની કાર લઈને નાસી ગયો હતો. હાલ ઇજાગ્રસ્ત મહિલાના પુત્ર દ્વારા ટંકારા પોલીસ મથકમાં અકસ્માત સર્જી અલ્ટો કાર સાથે નાસી ગયેલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ, ગઈ તા.૨૪/૦૨ ના રોજ રાજકોટથી હળવદના સરંભળા ગામે મોગલ માતાજીના દર્શન કરવા ચાલીને માનતા પુરી કરવા નીકળેલ રાજકોટ તાલુકાના પરાપીપળીયા ગામના રહેવાસી ક્રિષ્નાબેન શક્તિદાન બાટી તેમજ તેની સાથે તેમની પુત્રી તથા નણંદ એમ ત્રણ ચાલીને તેમજ ક્રિષ્નાબેનનો પુત્ર કે જે રીક્ષા લઈને તેમની સાથે આવતો હોય ત્યારે તા.૨૫/૦૨ના રોજ વહેલી સવારે ટંકારાના ધ્રુવનગર નજીકથી ચાલીને પસાર થતા હોય તે દરમિયાન રાજકોટ તરફથી આવતી અલ્ટો કાર રજી.નં.જીજે-૦૩-એનપી-૯૧૪૬ના ચાલકે પદયાત્રી ક્રિષ્નાબેનને પાછળથી ઠોકરે ચડાવતા ક્રિષ્નાબેન રોડની સાઈડમાં લગાવેલ રેલિંગ સાતગે જોરદાર અથડાયા હતા, જ્યારે અલ્ટો કાર ચાલક અકસ્માત સર્જી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો, અકસ્માતની ઘટના બાદ ક્રિષ્નાબેનને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેઓને તાત્કાલિક સારવારમાં મોરબી સીવીલ હોસ્પિટલ, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા, જે બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ મામલે ઇજાગ્રસ્ત મહિલાના પુત્ર અર્જુનદાન શક્તિદાન બાટીએ ટંકારા પોલીસ મથકમાં ઉપરોક્ત અલ્ટો કાર ચાલક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!