વાંકાનેર તાલુકાના ઢુંવા ગામ નજીક નદીમાં ન્હાવા પડેલ રાજસ્થાની યુવક અને યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું, મૃતક યુવક અને યુવતી સાળી-બનેવી થતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જળ વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેરમાં ગઈકાલે તા. ૨૭/૦૨ ના રોજ ઢુંવા વીસ નાલા નજીક માટેલીયા નદીમાં એક યુવક-યુવતી ડૂબી જતાં બન્નેના મોત નિપજ્યાંનો કરૂણ બનાવ સામે આવ્યો હતો, જેમાં રફાળેશ્વરના મેળામાં રાજસ્થાનથી રમકડાં વેચવા આવેલ માયાબેન રતનભાઇ કાળુભાઇ બાગરીયા ઉવ.૧૮ રહે.કહાંબેડા તા.ચાકસુ જી.જયપુર રાજસ્થાન તથા મુરારી કલ્યાણ માદુભાઇ ઉવ.૨૩ રહે.ગલાલપરા રોડોલી તા.ચાકસુ જી.જયપુર રાજસ્થાન વાળા બન્ને સાળી-બનેવી ગઈકાલે માટેલીયા નદીમાં ન્હાવા ગયા હોય ત્યારે અકસ્માતે માયાબેન નદીના પાણીમાં ડૂબતા હોય જેથી તેને બચાવવા જતા મુરારીભાઈ પણ નદીના પાણીમાં ડૂબી જતાં બન્નેના મોત નિપજ્યા હતા, ત્યારે સનાગર બનાવ બાબતે પોલીસને જાણ થતા પોલીસ ટીમ સ્થળ ઉપર દોડી જઇ બંને સાળી-બનેવીને મૃતદેહ વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, હાલ બનેલ કરૂણ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ. મોત રજીસ્ટર કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.