મોરબીના ખોખરા હનુમાનજી હરિધર ધામ ખાતે શ્રી કનકેશ્વરીદેવીજીનાં પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રાગટ્યોત્સવની પૂર્વ સંધ્યાએ એટલે કે આજે તા.01/03/2025 રાત્રે 09:00 વાગ્યે સંતવાણી અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબીના સુવિખ્યાત તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામની પાવન ધરા પર મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પ.પૂ.માં શ્રીકનકેશ્વરીદેવીજીનાં પ્રાગટ્યોત્સવની ઉજવણી 2/3/2025 ના રોજ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. ત્યારે પ્રાગટ્યોત્સવની પૂર્વ સંધ્યાએ એટલે કે આજે 1 માર્ચ 2025 રાત્રે 9:00 વાગ્યે સંતવાણી ભજન સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં કલાકારો તરીકે સાધ્વીજી જયશ્રી માતાજી (ભજનીક), નવીનભાઈ જોશી (ભજનીક) અને દેવેનભાઈ વ્યાસ (હાસ્ય કલાકાર, મોરબી) ઉપસ્થિત રહેશે.