દેશી દારૂ ગાળવાની બંધ ભઠ્ઠી ઝડપી લેતી એલસીબી પોલીસ
મોરબી એલસીબી પોલીસ ટીમે હળવદ તાલુકાના ગોલસણ ગામે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરતા વાડીમાં બંધ હાલતમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી લેવામાં આવી હતી, જેમાં આરોપીએ પોતાની વાડીમાં દેશી દારૂ છુપાવવા અલગ અલગ ખાડાઓ કર્યા હોય અને તેમાં ટાંકીઓમાં ૪,૬૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો રાખ્યો હોય, રેઇડ દરમિયાન આરોપી હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી તમામ મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, હળવદ તાલુકાના ગોલસણ ગામે ટાવર વાળા રસ્તે આવેલ મનુભાઈ ખાંભળીયા પોતાની વાડીમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે તેવી પૂર્વ બાતમીને આધારે મોરબી એલસીબી ટીમ દ્વારા ઉપરોક્ત વાડીમાં રેઇડ કરવામાં આવી હતી.
રેઇડ દરમિયાન વાડીની ઓરડીમાં દેશી દારૂ ગળવાની ભઠ્ઠીના સાધન સામગ્રી મળી આવ્યા હતા, જે ભઠ્ઠી બંધ હાલતમાં હોય, ત્યારે વાડીના શેઢે છુપા અલગ અલગ ૧૧ જેટલા ખાડા કરી તેમાં ૨૦૦ લીટરની ક્ષમતાની ટાંકીઓ રાખવામાં આવી હતી, ત્યારે તે તમામ ટાંકીઓમાં ચેક કરતા તેમાંથી ૪,૬૦૦ લીટર દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો મળી આવ્યો હતો, જેની કુલ કિ.રૂ.૧.૧૫ લાખ હોય, ત્યારે એલસીબી પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો, આ સાથે વાડી માલીક આરોપી મનુભાઈ સજુભાઈ ખાંભળીયા રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી ફરાર આરોપીને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.