કચ્છથી અમદાવાદ કતલખાને લઈ જવાતી બે ભેંસ અને એક પાડાને ગૌરક્ષક ટીમે બચાવી બોલેરો ચાલકને પોલીસને સોંપ્યો.
માળીયા(મી) ની ભીમસર ચોકડી પાસે ગૌરક્ષક ટીમે એક બોલેરો ગાડી રોકી, જેમાં કચ્છથી અમદાવાદ કતલખાને લઈ જવાતી બે ભેંસ અને એક પાડાને અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધી ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવતી હતી. ગૌરક્ષકોએ આરોપી બોલેરો ચાલકને પકડી માળીયા(મી) પોલીસ મથકે સોંપ્યો હતો, ત્યારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા(મી) તાલુકાના ભીમસર ચોકડી પાસે મોરબી ગૌરક્ષક ટીમે પૂર્વ બાતમીને આધારે એક બોલેરો ગાડી રજી.નં. જીજે-૧૨-બીઝેડ-૪૫૫૮ને રોકી તેની તલાસી લેતા તેમાં બે ભેંસ અને એક પાડાને અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધી કચ્છથી અમદાવાદ કતલખાને લઈ જવાનું સામે આવ્યું હતું, જેથી તુરંત બોલેરો ચાલક ફારૂક સમદ જત ઉવ.૨૯ રહે. તલગાંઢ, નખત્રાણા, જી. કચ્છ વાળાને માળીયા(મી) પોલીસ મથકે લઈ જતા પોલીસે આરોપી બોલેરો ચાલકની ધરપકડ કરી, પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.