મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે ધૂળકોટ ગામની સીમમાં આમરણ જવાના રસ્તે નદીના કાંઠે રેઇડ કરતા એક ઈસમ દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતા ઠંડા આથાના જથ્થા સાથે મળી આવ્યો હતો, જેથી તાલુકા પોલીસે આરોપી કુમારભાઈ વિનોદભાઈ સોલંકી ઉવ.૩૪ રહે.હાલ પટેલવાસ આમરણ મૂળ રહે રાજકોટ ચુનારવા શેરી નં.-૧ વાળાને ૬૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૧૨,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો, પકડાયેલ આરોપી સામે તાલુકા પોલીસે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.