ટંકારામાં સૌ પ્રથમ વાર શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ દર્શન શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી રાજકોટ હાઇવે પોલીસ લાઈન મામલતદાર કચેરી સામે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથા પ્રારંભ તા. સવંતને ૨૦૮૦ ફાગણ સુદ ૧૧ તા.૧૦/૦૩/૨૦૨૫ ને સોમવારના સવારે ૦૯:૦૦ વાગ્યાથી બપોરના ૧૨:૦૦ સુધી તા. ૧૮/૦૩/૨૦૨૫ ને મંગળવારના રોજ કથાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે….
ટંકારામાં સૌ પ્રથમ વાર શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ દર્શન શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ટંકારાના મોરબી રાજકોટ હાઇવે પોલીસ લાઈન, મામલતદાર કચેરી સામે કથાનું આયોજન કરાયું છે જેમાં લાભ લેવા શિવપ્રેમી ભક્તોને આહવાન કરવામાં આવ્યું છે. જેમાં કથાનો પ્રારંભ વિક્રમ સવંતને ૨૦૮૦ ફાગણ સુદ ૧૧ તા.૧૦/૦૩/૨૦૨૫ ને સોમવારના સવારે ૦૯:૦૦ વાગ્યાથી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી કથા યોજવામાં આવશે. જે કથાની પૂર્ણાહુતિ તા. ૧૮/૦૩/૨૦૨૫ ને મંગળવારના રોજ થશે. જેમાં પોથી યાત્રા સં. ૨૦૮૧ ફાગણ સુદ ૧૦ ને રવિવારના રોજ ૯/૩/૨૦૨૫ ને બપોરે ૦૪:૦૦ વાગ્યે નંદલાલભાઈ નાગજીભાઈ પરમારના ઘરેથી કથા સ્થળે જશે. જેમાં સતિ પ્રાગટ્ય, શિવ પાર્વતી વિવાહ, કાર્તિક જન્મ અને ગણેશ જન્મ જેવા કથામાં પ્રસંગો યોજાશે. જેમાં ઉપસ્થિત રહેવા પરમાર નંદલાલભાઈ નાગજીભાઈ, પરમાર શુભવદનભાઈ નંદલાલભાઈ તેમજ શિવ પરિવાર અને પરમાર પરિવાર દ્વારા આમંત્રણ પાઠવ્યું છે…