મોરબી જીલ્લામાં ટંકારા અને હળવદ એમ બે અલગ અલગ સ્થળોએ અપમૃત્યુના બે બનાવમાં ૬૦ વર્ષીય ખેત-શ્રમિક સહિત બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા, ત્યારે પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારાના નસીતપર ગામે દિનેશભાઇ કુંડારીયાની વાડીએ રહેતા મુળ રહે ઓડવી ગામ જી.ધાર રાજ્ય મધ્યપ્રદેશના વતની મંગલસિંહ ભુરલાભાઇ મંડલોઇ ઉવ.૬૦ ગઈ તા.૨૮/૦૨ના રોજ તમાકુંની ડબ્બી લેવા મોરબી ગયેલ હોય અને પાછા વાડીએ મોડા આવતા તેઓને તેની પત્નીએ કહેલ કે વાડીએ કામ હોય અને તમો ખોટા રખડો છો જે બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હોય જે બાબતનું મંગલસિંહને લાગી આવતા પોતાની જાતે વાડીએ રાખેલ જંતુનાશક ઝેરી દવા પી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે ટંકારા પોલીસે ઇન્કવેસ્ટ પંચનામું કરી લાશને પીએમ અર્થે મોકલી અ. મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં હળવદના સરદાર પટેલ વિધ્યાલય સામે ઝુપડામાં રહેતા મુળ ઝાલોદ જી.દાહોદવાળા અનિલભાઇ ભાવસંગભાઇ ભાભોર ઉવ.૨૭ એ તા.૦૨/૦૩ના રોજ પોતાના ઝૂંપડામાં કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની ડેડબોડી હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા પોલીસે અકાળે મૃત્યુ પામેલ યુવકના મૃત્યુ અંગે અ. મોતની નોંધ કરી આપઘાત કરવા પાછળની તપાસ શરૂ કરી છે.