Tuesday, March 4, 2025
HomeGujaratમોરબીનાં રણછોડનગર વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો :બે ઝડપાયા,એકની...

મોરબીનાં રણછોડનગર વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો :બે ઝડપાયા,એકની શોધખોળ

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવની સુચનાથી તેમજ મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીની સુચનાથી મોરબી જીલ્લામાં દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા મોરબીનાં રણછોડનગર વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે આરોપીઓની અટકાયત કરાઈ છે. જયારે એકને વોન્ટેડ જાહેર કરાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલીંગમા હતી. તે દરમિયાન તેમને મળેલ ખાનગી હકીકતના આધારે મેહબુબભાઇ ઉર્ફે મેબલો સુલેમાનભાઇ સુમરા (રહે,રણછોડ નગર જલારામ પાર્ક પાછળ મોરબી-૨)ના રહેણાંક મકાને રેઈડ કરતા આરોપીએ પોતાના રહેણાક મકાનમાં છુપાડેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૨૦ બોટલનો રૂ.૮૧,૨૦૭/- નો મુદામાલ મળી આવતા પોલીસે સ્થળ પરથી મેહબુબભાઇ ઉર્ફે મેબલો સુલેમાનભાઇ સુમરા (રહે,રણછોડ નગર જલારામ પાર્ક પાછળ મોરબી-૨) તથા સંજયભાઇ ચંદુભાઇ પરેસા (રહે,ભારત જીનની સામે મફતીયાપરા લાઇન્સ સ્કુલની પાસે મોરબી)ની અટકાયત કરી પૂછપરછ કરતા આરોપીઓએ આ ગુન્હામાં તેમની સાથે સાગરભાઇ કાંતીલાલ પલાણ (રહે,જલારામ એપાર્ટમેન્ટ સેન્ટમેરી સ્કુલની પાછળ મોરબી)ના નામની કબૂલાત આપતા પોલીસે તમામ વિરૂધ્ધ ગુન્હે નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવા તથા હેડ કોન્સ્ટેબલ જગદિશભાઇ જીવણભાઇ, તથા રાજેશભાઇ નરસંગભાઇ તથા જયપાલભાઈ જેસીંગભાઇ તથા કોન્સ્ટેબલ વિપુલભાઇ ગગુભાઇ, ભાવેશભાઇ કનુભાઇ, સંજયભાઇ દિલીપભાઇ, સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ, રાજપાલસિંહ રામદેવસિંહ, તથા દેવાયતભાઇ રાઠોડ તથા પ્રિયંકાબેન ગૌતમભાઇ દ્વારા કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!