જામનગર શહેરની ત્રણ અલગ અલગ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમ જામનગર એલ.સી. બી. પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે જામનગર સમર્પણ હોસ્પિટલ તરફ જતા રોડ પર બાજરા સંશોધન કેન્દ્રના ગેઇટ પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત કુલ ૨૧,૫૩,૩૫૦ ના મુદ્દામાલ સાથે જામનગર-એલ.સી.બી. દ્વારા પકડી પાડવામાં આવ્યો છે….
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ અશોકકુમાર (IPS)એ જામનગર જીલ્લાના વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા જણાવતા પોલીસ અઘિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ વણશોધાયેલ ચોરીના ગુન્હા શોધી કાઢવા સુચના આપી હતી. જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એન.મોરી અને સી.એમ.કાંટેલીયાએ સ્ટાફના માણસો સાથે બનાવ સ્થળની વિઝીટ કરી હતી. તેમજ સી.સી.ટી.વી ફ્રુટેજ ચેક કરી જરૂરી વર્ક આઉટ કરી,જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા. તે
દરમ્યાન એલ.સી.બી.ના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ તેમજ મયુરસીંહ પરમારને સંયુકત બાતમી મળી કે ઘરફોડ ચોરીમા જ્ઞાનેન્દ્રસીંગ જગદીશસીંગ જાટ રહે. ઢીચડા રોડ, સેનાનગર, જામનગર મુળ ઉતરપ્રદેશ વાળો સંડોવાયેલ છે. જે હાલ જામનગર સમર્પણ હોસ્પીટલ તરફ જતા રોડ ઉપર બાજરા સંશોઘન કેન્દ્રના ગેઇટ પાસે ચોરીનો મુદામાલ સાથે સાથે ચોરીમા સંડોવાયેલ અન્ય વ્યકિતઓની રાહ જોઇને ઉભો છે તેવી બાતમીના આધારે ઇસમને પકડી પાડી તેના કબ્જા માંથી સોના દાગીના ૨૭૦ ગ્રામ (૨૭ તોલા) કિંમત રૂ. ૨૦,૩૯,૩૦૦/-, ચાંદીના દાગીના ૧૨૦ ગ્રામ કિંમત રૂ ૮,૯૫૦/-, રોકડ રકમ ૧,૦૦,૧૦૦/ તેમજમોબાઇલ ફોન- ૧ કિ.રૂ ૫,૦૦,૦/- ગણી કુલ ૨૧,૫૩,૩૫૦/- નો મુદ્દામાલ સાથે આરોપી જ્ઞાનેન્દ્રસીંગ જગદીશસીંગ જાટને પકડી પાડયો છે. જે ઈસમ વિરૂધ્ધ પોલીસ સબ ઇન્સ્પેકટર સી.એમ.કાંટેલીયાએ કાયદેસરની કાર્યવાહી કરી જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની તપાસ હાથ ધરી છે. જેમાં આરોપી સંદિપ મોટતીલાલ રાઠોડ રહે. જામનગર ડીફેન્સ કોલોની મુળ, ઉતરપ્રદેશને વાળાને પકડવાનો બાકી છે. જે ત્રણ અલગ અલગ ગુન્હાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જે આરોપીઓ દિવસ દરમ્યાન રહેણાક મકાનની રેકી કરી, રાત્રીના સમયે બંધ મકાનના તાળા તેમજ દરવાજા તોડી અંદર પ્રવેશી ચોરીને અંજામ આપવની એમો ધરાવે છે.
જેમાં પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.લગારીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર સી.એમ.કાંટેલીયા, પી.એન.મોરી તેમજ એલ.સી.બી. સ્ટાફના, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલાવડીયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ એસ.જાડેજા, કિશોરભાઇ પરમાર, મયુરસિંહ પરમાર, ધમેન્દ્રસિંહ એન જાડેજા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા,ભરતભાઇ ડાંગર, સુમીતભાઇ શીયાર, સુરેશભાઇ માલકિયા, ભારતીબેન ડાંગર, ધમેન્દ્રસિંહ એમ. જાડેજા, દયારામ ત્રિવેદી તથા બીજલભાઇ બાલાસરા વિગેરે દ્વારા કામગીરી કરવામાં આવી હતી.