રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અલગ અલગ જેલોમાં જેલર ગૃપ-૨ (વર્ગ-૩) તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને જેલર ગૃપ-૧ (વર્ગ-૨) કર્મચારીઓની હંગામી ધોરણે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. તેમજ જેલર ગૃપ-૧ (વર્ગ-૨) ના અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ સચિવાયલ દ્વારા જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, અમદાવાદ તેમજ તેના નિયંત્રણ હેઠળની કચેરીઓ ખાતે જેલર ગૃપ-૨ (વર્ગ-૩) તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને જેલર ગૃપ-૧ (વર્ગ-૨) ને (સાતમાં પગાર પંચ મુજબ પગાર ધોરણ ૪૪,૯૦૦-૧,૪૨,૪૦૦, લેવલ-૮) ની જગ્યા ઉપર હંગામી ધોરણે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં ડી. પી. રબારી અમરેલી જિલ્લા જેલ વાળાની રાજકોટ મધ્યસ્થ જેલમાં, બી. પી. રબારી અમદાવાદ મધ્યસ્થ જેલવાળાની લાજપોર સુરત મધ્યસ્થ જેલમાં, આર. કે. ચાવડા અમદાવાદ મધ્યસ્થ જેલ વાળાની અમદાવાદ મધ્યસ્થ જેલમાં, ડી. આર. કંરગીયા
જે.ઇ.જ.ની કચેરીની અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે, જે. આર. સિસોદીયા નડીયાદ જિલ્લા જેલની અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે, કે. કે. જાદવ અમદાવાદ મધ્યસ્થ જેલની નવસારી સબ જેલ ખાતે, પી. પી. પટેલ નવસારી સબ જેલની વડોદરા મધ્યસ્થ જેલ ખાતે બઢતી સાથે બદલી કરાઈ છે.
જ્યારે જેલર ગૃપ-૧ (વર્ગ-૨)ના અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. જેમાં એ. આર. કુરેશી અમદાવાદ મધ્યસ્થ જેલની રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે, ડી. ડી. પ્રજાપતિ અમદાવાદ મધ્યસ્થ જેલની મોડાસા સબ જેલ ખાતે, ડી. એમ. ગોહિલની પાલારા ખાસ જેલ ભુજ થી મોરબી સબ જેલ ખાતે , એમ. એન. રાઠવા ગોધરા સબ જેલની વડોદરા મધ્યસ્થ જેલ ખાતે, ડી. વી. પટ્ટણી અમરેલી ઓપન જેલની પાલારા ખાસ જેલ ભુજ ખાતે નિમણૂંક કરવામાં આવી છે. તેમજ એલ. એમ. રાઠોડ, જેલર ગ્રુપ-૧, વર્ગ-૨ને તા.૩૦/૦૪/૨૦૨૪થી ફરજ મોકૂફ કરાયા હતા જેમને ફરજ હેઠળથી પુનઃ ફરજ ઉપર સ્થાપિત કરીને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે નિમણુંકે કરવાનો હુકમ ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.