SMC દ્વારા અમદાવાદ ગ્રામ્ય બોપલ વિસ્તાર શીલજ ગામમા ડાભીવાસમા આવેલ ધરબાઈ માતાના મંદિર પાછળ મસંગજી મગનજી ઠાકોરના ઘરની આગળ આવેલ જાહેર જગ્યામાં રેઇડ પાડવામાં આવી હતી. જે રેઇડ દરમિયાન 16,73,200 રોકડ સહિત કુલ 25,04,700/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
SMC દ્વારા અમદાવાદ ગ્રામ્ય બોપલ વિસ્તાર શીલજ ગામમા ડાભીવાસમા આવેલ ધરબાઈ માતાના મંદિર પાછળ મસંગજી મગનજી ઠાકોરના ઘરની આગળ આવેલ જાહેર જગ્યામાં રેઇડ પાડવામાં આવી હતી.જે જુગારની રેઇડ દરમિયાન રોકડ જપ્ત રૂ. 16,73,200/-, 26 મોબાઈલ
કિંમત રૂ. 2,91,500/-, 3 વાહનો કિંમત રૂ. 5,40,000/- સહિત કુલ રૂ 25,04,700/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં ભીખાજી આતાજી ઠાકોર (નિવાસ – શીલજ તાલુકો દસ્ક્રોઇ), દેવાંગ બાબુજી ઠાકોર (નિવાસ – શીલજ તાલુકો દસ્ક્રોઇ), મહેશ રમેશજી ઠાકોર (નિવાસ – શીલજ તાલુકો દસ્ક્રોઇ), રાજેશજી આતાજી ઠાકોર(રહે. -શીલજ તાલુકો દસ્ક્રોઇ),અનિરુદ્ધસિંહ દિલુભા વાઘેલા(રહે.- સાણંદ તાલુકો સાણંદ), મુકેશજી સકરાજી ડાભી (નિવાસ – નિધ્રાદ તાલુકો સાણંદ), અશોકજી પ્રહલાદજી વાઘેલા ૮રહે.ઘુમા તાલુકો દસ્ક્રોઇ), જગદીશજી રમણજી ઠાકોર
(રહે- સહિજ તાલુકો કલોલ ગાંધીનગર), ભરવાડ સુરેશભાઈ સોમાભાઈ (નિવાસ – હેબતપુર તાલુકો દસ્ક્રોઇ), પટેલ મહેશભાઈ ઈશ્વરભાઈ(રહે – સુવાળા તાલુકો દેત્રોજ), ઈશ્વરભાઈ ગફુલભાઈ રબારી(નિવાસ – નિધ્રાદ તાલુકો સાણંદ), ઠાકોર મહેશજી ઉદાજી (નિવાસ – વડાલી તાલુકો કડી, મહેસાણા), ઠાકોર પોપટજી દશરથજી (રહે. સહિજ તાલુકો કલોલ ગાંધીનગર), કિશન જસાજી ઠાકોર ૮રહે. ઘુમા તાલુકો દસ્ક્રોઇ) નામનાં 14 આરોપીઓને પકડી પાડયા છે.જ્યારે અમરતજી બેચરજી ઠાકોર(જુગાર ચલાવનાર મુખ્ય આરોપી),મંગાજી બાબુજી ઠાકોર(જુગાર ચલાવનાર મુખ્ય આરોપી) તેમજ ૧૧ મોબાઈલ રેઢા મળી આવતા તે તમામ ૧૩ આરોપીને વોન્ટેડ જાહેર કરી તેઓને પકડી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી SMC પીએસઆઈ આર.બી.વનારા અને ટીમ દ્વારા કરવામાં આવી છે.