મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર ટ્રક ચાલક માટીનો ઢગલો ઠાલવી જતાં રહેતા વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેની તપાસ કરતા ટ્રક ચાલક નં. GJ-13-AX-4593 વાળાને પકડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું..
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ રેન્જની સુચના મુજબ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદશન હેઠળ મોરબી જીલ્લામાં ટ્રાફિક નિયમોનું ચુસ્ત પણે પાલન થાય અને ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યુ હતું. જે અંતર્ગત ટ્રાફીક શાખાના પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.ધેલાની સુચના મુજબ જે.ડી.મીયાત્રા એ.એસ.આઇ તેમજ સ્ટાફના માણસો ટ્રાફિક નિયમનની કામગીરીમાં કાર્યરત હતા. જે દરમ્યાન સોશ્યલ મીડીયામાં લાલપર નજીક રોડ ઉપર કોઇ માટીનો ઢગલો ઠાલવી ગયા હોય તેવો વિડિયો વાઈરલ થતાં તાત્કાલીક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જે વિડીયો જોતા જેમાં મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ લાલપર સોલો સીરામીક સામે લાલપર નજીક રોડ ઉપર માટીનો ઢગલો ઠાલવી જનાર વાહન તરીકે એક ટ્રક નંબર-GJ-13-AX-4593 હોવાનુ જાણવા મળતા વાહનની e.GujCop માં સર્ચ કરી ડીટેઇલ મેળવી, ટ્રકના રજી. નંબર–GJ-13-AX-4593 સાથે શોધી કાઢી પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપી હતી. જેથી ટ્રક ચાલક હમીરભાઇ સુખાભાઇ મકવાણા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.
જેમાં પોલીસ ઇન્સ્પેટર એચ.વી.ધેલા, એ.એસ.આઇ જે.ડી.મીયાત્રા, પોલીસ હેડ કોન્સ્ટેબલ હસમુખભાઇ, મહેશકુમાર ગઢવી વગેરે કામગીરીમાં જોડાયા હતા.