Thursday, March 6, 2025
HomeGujaratમોરબીના જુના ઘુટુ રોડ ઉપર ટ્રક હડફેટે મોટર સાયકલ ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ.

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર ટ્રક હડફેટે મોટર સાયકલ ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ.

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર સિમ્પોલો સીરામીક સામે રોડ ઉપર પસાર થઈ રહેલા ડબલ સવારી બાઇકને ટ્રક ટેઇલર દ્વારા સાઈડથી ઠોકર મારતા ભાઈજી-ભત્રીજો રોડ ઉપર પટકાયા હતા ત્યારે મોટર સાયકલ ચાલક આધેડ ઉપર ટ્રક ટેઇલરનું ટાયર ફરી વળતા તેમનું માથું છૂંદાઈ ગયું હતું, જ્યારે મોટર સાયકલ પાછળ બેઠેલ ભત્રીજાને પગના ભાગે ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. ત્યારે મૃતકના નાનાભાઈ દ્વારા અકસ્માત સર્જનાર ટ્રક ટેઇલર ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉમિયા સર્કલ પાછળ ભેખડની વાડી વિસ્તારમાં રહેતા મનસુખભાઇ કાનજીભાઈ પરમાર ઉવ.૪૩ એ તાલુકા પોલીસ મથકમાં ટ્રક ટેઇલર રજી.નં. આરજે-૦૧-જીબી-૮૯૧૯ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ફરિયાદી અને તેમના મોટાભાઈ દેવજીભાઈ કડીયા કામ કરે છે, હાલ તેમનું કામ મોરબી રણછોડનગર તેમજ ઘુટુ રોડ ઉપર રામનગરીમાં ચાલતું હોય ત્યારે ગત તા.૦૪/૦૩ના રોજ દેવજીભાઈ અને ફરિયાદી મનસુખભાઇનો દીકરો રણછોડનગરમાં કડીયા કામ ચર્સલતું હોય ત્યાં સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-ડી-૮૧૮૬ લઈને આવ્યા હોય અને ત્યાંથી ઉપરોક્ત મોટરસાયકલ લઈને બીજી સાઇટ જુના ઘુટુ રોડ ઉપર જતા હતા ત્યારે જુના ઘુટુ રોડ ઉપર સિમ્પોલો સીરામીક સામે વોકળા પાસે બેફામ ઝડપથી ચલાવીને આવતા ટ્રક ટેઇલર ના ચાલકે મોટર સાયકલને સાઈડમાં ટક્કર મારતા દેવજીભાઈ અને તેના ભત્રીજો પ્રકાશ રોડ ઉપર પડી ગયા હતા, ત્યારે ટ્રકનું તોતિંગ વ્હીલ દેવજીભાઈના માથા ઉપર ફરી વળતા તેમનું માથું છૂંદાઈ ગયું હતું. અને તેમનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. હાલ સમગ્ર અકસ્માતના બનાવ મામલે મનસુખભાઈની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ટ્રક ટેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!