Thursday, March 6, 2025
HomeGujaratમોરબી:પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ કુલ ત્રણ આરોપીઓની પાસા તળે અટકાયત.

મોરબી:પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ કુલ ત્રણ આરોપીઓની પાસા તળે અટકાયત.

મોરબી જીલ્લામાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ કુલ ત્રણ આરોપીઓ જેમાં મોરબી તાલુકામાં એક જ્યારે હળવદ પોલીસ મથકમાં બે એમ કુલ ત્રણ આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ થતા મોરબી તાલુકા પોલીસ તથા હળવદ પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની અટકાયત કરી વડોદરા, અમદાવાદ અને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ જીલ્લામાં પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાસા દરખાસ્ત કરવા સુચના કરેલ હોય, જે અનુસંધાને મોરબી તાલુકા અને હળવદ પોલીસ મથક પીઆઇ એમ બંને અધિકારીઓ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ કુલ ત્રણ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા ઉવ-૪૪ રહે. જુના નાગડાવાસ તા-જી મોરબી તથા આરોપી ઘનશ્યામભાઇ શંકરભાઇ ઉર્ફે હક્કાભાઇ બાહુન્દ્રા રહે.ગામ કાંત્રોડી (કુંતલપુર) તા.મુળી જી.સુરેન્દ્રનગર તેમજ આરોપી હસમુખભાઇ મધુભાઇ દેકાવાડીયા રહે.ગામ ભવાનીગઢ(જોકડા) તા.મુળી જી.સુરેન્દ્રનગર એમ ત્રણેય આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હોય ત્યારે ત્રણેય આરોપીઓની અટકાયત કરવા મોરબી તાલુકા તથા હળવદ પોલીસ દ્વારા જુદીજુદી ટીમો બનાવી ત્રણેય આરોપીઓની અટકાયત કરી પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી આરોપી ભાવેશભાઈ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગાને વડોદરા મધ્યસ્થ જેલ તેમજ આરોપી ઘનશ્યામભાઇ શંકરભાઇ ઉર્ફે હક્કાભાઇ બાહુન્દ્રાને અમદાવાદ જેલ તથા આરોપી હસમુખભાઇ મધુભાઇ દેકાવાડીયાને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!