રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી તરફથી પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તેવી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના જાલીડાગામની સીમમાથી ફ્લ્મિ ઢબે સ્કોરપીયો કારનો પીછો કરી કારમાંથી દેશી દારૂનો મુદ્દામાલ પકડી પાડ્યો છે. જયારે આરોપી પોલીસને ગુમરાહ કરી વચ્ચે રસ્તે કાર મૂકી ફરાર થયો હતો.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસની ટીમને ખાનગી બાતમી રાહે મળેલ હકીકતનાં આધારે, વાંકાનેર બાઉન્ટ્રી નજીક દેશી દારૂ ભરેલ GJ-03-CA-0747 નંબરની સ્કોરપીયો કાર નિકળતા જેને રોકવાનો પ્રયાસ કરતા કારના ચાલકે પોતાની કાર ઉભી નહી રાખતા પીછો કરતા જાલીડાગામની સીમમા સદરહુ કારનો ચાલક પોલીસની હાજરી પામી જઈ કાર રેઢી મુકી નાશી ચુક્યો હતો. જેથી પોલીસે કારની તપાસ કરતા કારમાંથી ૬૫૦ લીટર દેશી દારૂનો રૂ.૧,૩૦,૦૦૦/- તથા રૂ.૧,૫૦,૦૦૦/-ની કિંમતની કાર મળી કુલ રૂ.૨,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા નાશી જનાર કાર ચાલક વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી દેશી દારૂના જથ્થાની હેરાફેરી કરનાર વાહન ચાલકને શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. ક્રિપાલસિંહ ચાવડા તથા જીતેન્દ્રકુમાર અઘારા તથા ચમનભાઇ ચાવડા તથા હેડ કોન્સ્ટેબલ કિર્તિસિંહ જાડેજા તથા શકતિસિંહ જે.જાડેજા તથા કોન્સ્ટેબલ અજયસિંહ એ.ઝાલા તથા સામતભાઈ છુછીયા તથા અશ્વિનભાઈ રંગાણી જોડાયેલા હતા.