મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સીરામીક સીટી નજીકથી સીએનજી રીક્ષામાં વિદેશી દારૂની ૪૮ બોટલ લઈ નીકળેલ બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે,રેઇડ દરમિયાન પકડાયેલ આરોપીઓની સઘન પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો આપનાર થાનગઢના એકનું નામ ખુલતા પોલીસે તેને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના લાલપર ગામેથી શોભશ્વર રોડ તરફ આવતી સીએનજી રીક્ષામાં બે ઈસમો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરવાના હોવાની મળેલ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ ટીમ સીરામીક સીટી નજીક વોચમાં હોય તે દરમિયાન સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૩૬-યુ-૬૧૮૩ આવતા તેને રોકી તેની તલાસી લેતા રીક્ષામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૪૮ બોટલ કિ.રૂ.૨૬,૫૩૨/-મળી આવી હતી, જેથી રીક્ષા ચાલક આરોપી સદામભાઈ હબીબભાઈ મોવર ઉવ.૩૧ તથા રીક્ષામાં સાથે રહેલ આરોપી સંજયભાઈ હિમતભાઈ ખંમાણી ઉવ.૨૮ બન્ને રહે.શોભેશ્વર રોડ વાણીયા સોસાયટી છેલ્લી શેરીવાળાની અટકાયત કરી રીક્ષા તથા વિદેશી દારૂનો જથ્થો એમ કુલ કિ.રૂ.૭૬,૫૩૨/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે બન્ને આરોપીઓને વિદેશી દારૂ વેચાણે આપનાર ગણેશ ઉઘરેજીયા રહે.થાનગઢ જી.સુરેન્દ્રનગર વાળાના નામની બન્ને આરોપીઓ દ્વારા કબુલાત આપતા, જે આરોપી હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.