ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમને જોઈ નાસી ગયેલ મોપેડ ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો.
મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ માળીયા(મી) વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન નવલખી રોડ વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તે રોડ ઉપર મોપેડમાં પ્લાસ્ટિકના બાચકા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભેલ ઇસમને ચેક કરવા પોલીસ ટીમ તેની પાસે જતા, પોલીસને આવતી જોઈ મોપેડ ચાલક વાહન રેઢું મૂકીને બાવળની ઝાડીઓમાં નાસી ગયો હતો, જેથી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે મોપેડ ઉપર રહેલ પ્લાસ્ટિકના બાચકાની તલાસી લેતા તેમાંથી ૩૯ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે હીરો કંપનીનું બ્લુ કલરનું ડેસ્ટીમ મોપેડ રજી.નં. જીજે-૩૬-એએચ-૪૦૨૯ તથા દેશી દારૂનો જથ્થો એમ કુલ કિ.રૂ.૪૨,૮૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી મોપેડ ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો નોંધાવી નાસી ગયેલ આરોપીની પકડી લેવા આગળની તપાસ ચલાવી છે.