રાજકોટ રેસકોર્સ સામે આવેલ સેન્ટ્રલ જી.એસ.ટી. કચેરી ખાતે એસ.સી.બી દ્વારા સફળ ટ્રેપ ગોઠવવામાં આવી હતી.ફરિયાદીએ ગ્રાહકના કંપની માટેના જીએસટી નંબર મેળવવા ઓનલાઇન અરજી કરી હતી. જે એપ્રૂવ કરાવવા સેન્ટ્રલ જીએસટી ઇન્સ્પેકટરે રૂ. ૫,૦૦૦ ની લાંચ માંગી હતી.જે લાંચ સ્વીકારતા ઇન્સ્પેક્ટરને એ.સી.બી. દ્વારા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ એ.સી.બી. દ્વારા સેન્ટ્રલ જીએસટી વર્ગ કચેરી ખાતે લાંચનું છટકુ ગોઠવી વધુ એક લાંચિયા કર્મચારીને પકડી પાડવામાં આવ્યો છે. જેમાં ફરિયાદ મળી હતી કે ફરીયાદી જીએસટીને લાગતી સેવાનું કામ કરે છે.જેમ ફરીયાદીના ગ્રાહકની ખાનગી કંપની માટે જી.એસ.ટી. નંબર મેળવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યું હતું. જે એપ્રુવ કરાવી આપવા માટે આક્ષેપીતે ફરિયાદી પાસે રૂ. ૫,૦૦૦ ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીની ફરીયાદ આધારે રેસકોર્ષ સામે સેન્ટ્રલ જી.એસ.ટી. કચેરી આક્ષેપીતની ચેમ્બર ખાતે છટકુ ગોઠવ્યું હતું.જે દરમ્યાન આક્ષેપીતે ફરીયાદી સાથે વાતચીત કરી, ગેરકાયદેસર લાંચની રકમ રૂા.૫,૦૦૦/- ફરીયાદી પાસેથી સ્વીકારી હતી.લાંચની રકમ સ્વીકારનાર સેન્ટ્રલ જીએસટી વર્ગ ૨ ના જીએસટી ઇન્સ્પેકટર રામ ભરતલાલ મીનાને પોતાના હોદાનો દુરપયોગ કરતા પકડી તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..જેમાં સુરેન્દ્રનગરનાં એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. લાલીવાલા તેમજ તેમનો સ્ટાફ અને સુપર વિઝન અધિકારી તરીકે રાજકોટ એ.સી.બી. ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.