ગઈ કાલે સુરત પોલીસ રિહર્સલ દરમિયાન એક સાયકલ સવાર ચાલુ કોન્વોયમાં ઘૂસી જતાં સગીર સાયકલ સવારને પીએસઆઈ દ્વારા માર મારવાનો વિડીયો વાઇરલ થયો હતો.જેને લઈને મોરબીમાં સિટી બી ડિવિઝન ના ડિસ્ટાફ માં ફરજ બજાવતા અને સુરત બંદોબસ્તમાં ગયેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એ ગઢવી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત શહેરમાં ગઈકાલે પોલીસ રિહર્સલ દરમિયાન એક સાયકલ સવાર ચાલુ સવાર ચાલુ કોન્વોયમાં ઘુસી જતાં સાયકલ સવારને પીએસઆઈ દ્વારા માર મારવાનો વિડીયો વાઇરલ થયો હતો.જે પોલીસ સબ ઇન્સ્પેકટર મોરબી જિલ્લાથી બંદોબસ્ત માટે સુરત આવ્યા હોવાથી સુરત શહેર પોલીસે એ પોલીસ સબ ઇન્સ્પેકટરને બી એ ગઢવીનો રિપોર્ટ કરી તેમને મોરબી પરત મોકલી આપ્યા હતા.તેમજ મોરબી જિલ્લા પોલીસ અધીક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એ ગઢવી સામે સખ્ત પગલાં લઈને તેમના પગારનો એક ઇજાફો એક વર્ષ માટે અટકાવી દેવાની નોટિસ આપવામાં આવી છે.