Monday, March 10, 2025
HomeGujaratહળવદ:ચોરીના ૪૦૦ લીટર ડીઝલ સાથે પાંચ ઇસમોને પકડી લેતી હળવદ પોલીસ

હળવદ:ચોરીના ૪૦૦ લીટર ડીઝલ સાથે પાંચ ઇસમોને પકડી લેતી હળવદ પોલીસ

હળવદ પોલીસે બે કાર, ચોરી કરેલ ડીઝલના જથ્થા સહિત કુલ રૂ.૫.૩૬ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસે ટ્રકમાંથી ચોરી કરતી ગેંગને ચોરીના ૪૦૦ લીટર ડીઝલના જથ્થા સાથે પકડી લેવામાં આવી છે, જેમાં ડીઝલ ચોરી કરતી ગેંગ અલગ અલગ સ્થળોએ પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રકની ટેન્કમાંથી ડીઝલ ચોરી કરતી હોવાનું સામે આવ્યું છે, ત્યારે હાલ ડીઝલ ચોરી કરતી ગેંગના કુલ પાંચ સાગરીતોને હળવદના માથક ગામ નજીકથી દબોચી લેવામાં આવ્યા છે, પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલ ડીઝલ, બે કાર સહિત ૫.૩૬ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક તેમજ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા જીલ્લામાં ટ્રકમાં થતી ડીઝલ ચોરી તાંતબ કેમિકલ ચોરી અટકાવવા સૂચના કરી હોય જે અનુસંધાને હળવદ પોલીસ મથક ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.કોન્સ. વનરાજસિંહ માવુભા તથા દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહને મળેલ બાતમી હકિકત આધારે માથક ગામ નજીક રેઇડ કરી એક આઇ.૨૦ કાર રજી.નં. જીજે-૨૩-એએન-૪૪૮૧ તથા ઇક્કો કાર રજી.નં. જીજે-૦૭-ડીડી-૯૩૫૯ માંથી અલગ અલગ કુલ ૧૨ કેરબાઓમાં ૪૦૦ લીટર શંકાસ્પદ/ચોરીના ડિઝલના જથ્થા સાથે આરોપી કુલદીપસિંહ ભરતભાઇ લકુમ રહે.ગામ માથક તા.હળવદ, વિજય ઉર્ફે ગોપાલ વનરાજભાઇ પરમાર, પ્રદિપકુમાર ઉર્ફે ગોટી પ્રતાપસિંહ પરમાર, અલ્પેશકુમાર ઉર્ફે લાલો પ્રવિણસિંહ પરમાર તથા અંકિતકુમાર ઉર્ફે મથુર નરવતસિંહ ચાવડા ઉપરોક્ત ચારેય આરોપીઓ રહે.ગામ કોટ લીંડોરા તા.ઠાસરા જી.ખેડા એમ કુલ

પાંચ આરોપીઓને કુલ કિ.રૂ ૫,૩૬,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી પાંચેય વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

 

વધુમાં હળવદ પોલીસની રેઇડ દરમિયાન પકડાયેલ પાંચેય આરોપીઓની સઘન પુછપરછ કરતા આરોપીઓ પાસેથી કબ્જે કરેલ ડિઝલનો જથ્થો મોરબી તાલુકાના લગધીરપુર રોડ તથા વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપરથી અલગ અલગ જગ્યાએ પાર્કિંગ કરેલ ટ્રકોમાંથી રાતના સમયે ચોરી કરેલ હોવાનુ કબુલાત આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!