દેશી દારૂના વેચાણમાં ભાગીદાર એવા બે આરોપીને વોન્ટેડ જાહેર કરાયા.
મોરબી શહેરમાં આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલ યોગીનગરમાં રહેણાંક મકાનમાં ભાગીદારીમાં દેશી દારૂ રાખી તેનું વેચાણ કરતા હોવાની પૂર્વ બાતમીને આધારે પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે ઉપરોક્ત રહેણાંકે દરોડો પાડ્યો હતો, જ્યાં રહેણાંકના ફળીયામાં જુદા જુદા માપના પ્લાસ્ટિકના બાચકામાં ભરેલ કુલ ૧૧૭ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જ્યારે આરોપી મકાન-માલીક તેમજ તેનો ભાગીદાર દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા તે બન્ને આરોપીઓને ફરાર દર્શાવી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે બી ડિવિઝન પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસ ટીમને બાતમી મળેલ કે સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારી યોગીનગરમાં નરેશભાઈ કોળી તેના ભાગીદાર સાથે મળીને પોતાના ઘરમાં દેશી દારૂ રાખી તેનું વેચાણ કરતા હોય, જેથી તુરંત ઉપરોક્ત સ્થળે રેઇડ કરવામાં આવી હતી, ત્યારે રહેણાંક મકાનના ફળીયામાંથી દેશી દારૂ ભરેલ ૨૫૦મીલી. પ્લાસ્ટિકની ૩૯૦ નંગ કોથળી જેમાં ૯૭ લીટર દેશી દારૂ તથા પાંચ લીટર પ્લાસ્ટિક ૪ નંગ બાચકા જેમાં ૨૦ લીટર દેશી દારૂ એમ કુલ ૧૧૭ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, જેથી આરોપી નરેશભાઇ પરસોતમભાઇ કોળી તથા આરોપી સુરેશભાઇ અમરશીભાઇ સારલા બન્ને રહે. મોરબી-૨ યોગીનગર ત્રાજપર ખારી વાળા દરોડા દરમિયાન હાજર નહીં મળી આવતા બન્ને આરોપીને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.